શિક્ષક હોવાને નાતે બાળકો સાથે અતૂટ જોડાયેલ કવિશ્રી Rakesh Hansaliyaસાહેબની રચનાઓમાં બાળક અને શિક્ષણ પોતાની હાજરી પુરાવી જાય છે.
તેમના ગઝલ સંગ્રહ "જે તરફ તું લઈ જશે"માંથી એનું પ્રમાણ આપતા કેટલાંક શૅ'ર સર્વ મિત્રો સાથે Share કરવાનો નમ્ર પ્રયાસ :-
***
બાળકો, ઝરણાં, પતંગિયા, પહાડ,
કેટલાં ઈશ્વર નજર સામે જ છે.
***
બાળકોની આંખ વાંચે કડકડાટ,
"મા" ભલે થોડું ભણેલી હોય છે.
***
એક ચકલી સાનમાં સમજી ગઈ !
હોઠ પર મેં આંગળી રાખી હતી.
***
ગ્રંથો,ગાથા ને સંહિતાઓ રોજ લખાજો,
કોરેકોરા હર પાનાનું મંગળ થાજો.
***
કેવી બેઠી છે વાડના ખભ્ભે!
બાળ-વેલીના લાડ જોઈ લે.
***
ધૂળની સૂગ, એય બાળકને ?
શહેરમાં ઉછરેલ લાગે છે !
***
ઢીંગલીઓ પણ અહીં કેવી મળે !
મા વિના પણ બાળકી રમતી રહી !
***
બાળ હિબકતું ઊભું રસ્તા વચ્ચે,
વ્હાલપથી એને તેડ ભલા માણસ.
***
છાંટાનો તું સરવાળો, રે'વા દેજે,
મળશે નહિ એનો તાળો, રે'વા દેજે.
***
ટેરવા બેભાન થાતાં જાય છે,
તો ય આ લેસન ક્યાં પૂરું થાય છે.
ઓટલાને છે રજેરજની ખબર,
રખડું ટોળી રોજ ક્યાં ક્યાં જાય છે.
સ્કૂલમાંથી બાળકો જ્યારે છૂટે,
ચોક, ફળિયું ને ગલી હરખાય છે !
"ત્યાં જ મા ભણવા મને બેસાડજે,"
કાળજી જ્યાં સ્મિતની લેવાય છે.
ધૂળથી ખિસ્સાં ભરેલાં હો ભલે
ભૂલકાં કાયમ ધની દેખાય છે !
હીંચકે 'રાકેશ' તું બેઠો ભલે,
બાળકોની જેમ ક્યાં ઝૂલાય છે !?
***
એક ખુલ્લી પાઠશાળા છે જીવન,
કંઈને કંઈ હરપળ ભણાતું હોય છે.
***
ધૂળનો ગુલાલ કરતા હોય છે,
બાળકો કમાલ કરતા હોય છે
***
વાદળો શીખી ગયા લ્યો કેવું કેવું !
શ્રાવણી ઝરમરને હેલીમાં ખપાવે !
***
ભૂખને માએ ચડાવી તાવડીએ,
બેઠાં બેઠાં બાળકો થાળી વગાડે.
***
.... ને પ્રપંચોની પછી શરૂઆત થાશે,
બાળકોમાં આવે જ્યારે ભાન જેવું.
***
એકડોય પણ આવડે છે ક્યાં હજુ,
તો ય તું બેસાડતો આગળ મને.
***
વિદ્વતાને શું કરું 'રાકેશ' હું ?
કોઈ બાળક જેવી સમજણ આપજે.
***
થેલીનું કેવું રૂપાંતર થાય છે,
ચોપડી ભરવાથી દફ્તર થાય છે.
શીખવા મળતું નથી સંસારમાં,
માના ખોળામાં જે ભણતર થાય છે.
***
આંગણે આવીને ચકલી ગાય છે,
દીકરીની યાદ તાજી થાયછે !
***
બાજરીની વાટકી મૂકી જરા,
આંગણું છલકી ગયું કલશોરથી.
***
આ ઉમરમાં છીપલાં ને શંખ શોભે,
બાળકો પકડીને કાં બેઠાં છે પાસા ?
***
પોથીમાં શોધે અરથતું જીવનનો,
હું બધાં થોથાં જલાવી રહ્યો છું.
***
બાળકોના સ્મિતસામે,
ફૂલ પણ ઝાંખા પડે છે.
***
સ્મિત આપે જ્યારે પણ બાળક મને,
મારા માટે એ જ પુરસ્કાર છે.
આમ વૅકેશન ઘણું લાંબું છે પણ,
'એ ફરી ખુલી જશે'નો ભાર છે.
***
આંગણાંની ધૂળથી ખિસ્સાં ભરું,
આજ એવો ઠાઠ થૈ શકતો નથી.
***
આંગણામાં ફૂલ જેવા બાળકો રમતાં હતાં,
ખેલ એનોયે બખેડી... ને 'મગન' ચાલ્યો ગયો.
- શ્રી રાકેશ હાંસલિયા
તેમના ગઝલ સંગ્રહ "જે તરફ તું લઈ જશે"માંથી એનું પ્રમાણ આપતા કેટલાંક શૅ'ર સર્વ મિત્રો સાથે Share કરવાનો નમ્ર પ્રયાસ :-
***
બાળકો, ઝરણાં, પતંગિયા, પહાડ,
કેટલાં ઈશ્વર નજર સામે જ છે.
***
બાળકોની આંખ વાંચે કડકડાટ,
"મા" ભલે થોડું ભણેલી હોય છે.
***
એક ચકલી સાનમાં સમજી ગઈ !
હોઠ પર મેં આંગળી રાખી હતી.
***
ગ્રંથો,ગાથા ને સંહિતાઓ રોજ લખાજો,
કોરેકોરા હર પાનાનું મંગળ થાજો.
***
કેવી બેઠી છે વાડના ખભ્ભે!
બાળ-વેલીના લાડ જોઈ લે.
***
ધૂળની સૂગ, એય બાળકને ?
શહેરમાં ઉછરેલ લાગે છે !
***
ઢીંગલીઓ પણ અહીં કેવી મળે !
મા વિના પણ બાળકી રમતી રહી !
***
બાળ હિબકતું ઊભું રસ્તા વચ્ચે,
વ્હાલપથી એને તેડ ભલા માણસ.
***
છાંટાનો તું સરવાળો, રે'વા દેજે,
મળશે નહિ એનો તાળો, રે'વા દેજે.
***
ટેરવા બેભાન થાતાં જાય છે,
તો ય આ લેસન ક્યાં પૂરું થાય છે.
ઓટલાને છે રજેરજની ખબર,
રખડું ટોળી રોજ ક્યાં ક્યાં જાય છે.
સ્કૂલમાંથી બાળકો જ્યારે છૂટે,
ચોક, ફળિયું ને ગલી હરખાય છે !
"ત્યાં જ મા ભણવા મને બેસાડજે,"
કાળજી જ્યાં સ્મિતની લેવાય છે.
ધૂળથી ખિસ્સાં ભરેલાં હો ભલે
ભૂલકાં કાયમ ધની દેખાય છે !
હીંચકે 'રાકેશ' તું બેઠો ભલે,
બાળકોની જેમ ક્યાં ઝૂલાય છે !?
***
એક ખુલ્લી પાઠશાળા છે જીવન,
કંઈને કંઈ હરપળ ભણાતું હોય છે.
***
ધૂળનો ગુલાલ કરતા હોય છે,
બાળકો કમાલ કરતા હોય છે
***
વાદળો શીખી ગયા લ્યો કેવું કેવું !
શ્રાવણી ઝરમરને હેલીમાં ખપાવે !
***
ભૂખને માએ ચડાવી તાવડીએ,
બેઠાં બેઠાં બાળકો થાળી વગાડે.
***
.... ને પ્રપંચોની પછી શરૂઆત થાશે,
બાળકોમાં આવે જ્યારે ભાન જેવું.
***
એકડોય પણ આવડે છે ક્યાં હજુ,
તો ય તું બેસાડતો આગળ મને.
***
વિદ્વતાને શું કરું 'રાકેશ' હું ?
કોઈ બાળક જેવી સમજણ આપજે.
***
થેલીનું કેવું રૂપાંતર થાય છે,
ચોપડી ભરવાથી દફ્તર થાય છે.
શીખવા મળતું નથી સંસારમાં,
માના ખોળામાં જે ભણતર થાય છે.
***
આંગણે આવીને ચકલી ગાય છે,
દીકરીની યાદ તાજી થાયછે !
***
બાજરીની વાટકી મૂકી જરા,
આંગણું છલકી ગયું કલશોરથી.
***
આ ઉમરમાં છીપલાં ને શંખ શોભે,
બાળકો પકડીને કાં બેઠાં છે પાસા ?
***
પોથીમાં શોધે અરથતું જીવનનો,
હું બધાં થોથાં જલાવી રહ્યો છું.
***
બાળકોના સ્મિતસામે,
ફૂલ પણ ઝાંખા પડે છે.
***
સ્મિત આપે જ્યારે પણ બાળક મને,
મારા માટે એ જ પુરસ્કાર છે.
આમ વૅકેશન ઘણું લાંબું છે પણ,
'એ ફરી ખુલી જશે'નો ભાર છે.
***
આંગણાંની ધૂળથી ખિસ્સાં ભરું,
આજ એવો ઠાઠ થૈ શકતો નથી.
***
આંગણામાં ફૂલ જેવા બાળકો રમતાં હતાં,
ખેલ એનોયે બખેડી... ને 'મગન' ચાલ્યો ગયો.
- શ્રી રાકેશ હાંસલિયા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો