લાગણીને જ્યારથી છેડી હતી,
ત્યારથી તો કેટલી બેડી પડી !
બેસવાથી માર્ગ એને ના મળ્યો,
ને અમે ચાલ્યા કર્યાં;કેડી બની.
મા જે રીતે દીકરીને ઉંચકે,
એમ ડાળો ફૂલને તેડી રહી.
તે પછી એ ઓરડો ઝગમગ થયો,
ઉંબરે જ્યાં એમની એડી અડી.
એ ઝરૂખેથી જરા ઝૂક્યાં નહીં,
એટલે સામે અમે મેડી ચણી.
એકપણ સત્કર્મ ત્યાં ઉગતું નથી,
ચિત્તની જે ભોમકા ખેડી નથી.
આયખાનો ફાલ બસ પૂરો થયો,
શ્વાસ રૂપી કેરીઓ વેડી ઘણી.
- મુકેશ દવે
અમરેલી
તા.૧૯/૦૯/૨૦૨૫, શુક્રવાર
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
રવિવાર, 9 નવેમ્બર, 2025
ગીત : ભણતરનો ભાર
દોથા જેવડી દેડકડી ને માથે અધમણ ભાર, ડગમગ દેડકડી.
વેંત સમાણું કૂદતી ને કુદાવે છે વાર, ડગમગ દેડકડી.
એને તળાવે તરવું છે,
ડૂબકી મારી રમવું છે,
વમળો વચ્ચે ભળવું છે,
કમળ પાને ચડવું છે,
તોયે પાંખો આપી ઉડાડે ને ઊડે એ લાચાર ડગમગ દેડકડી.
ગમતું એને પાણી છે,
કરવી ત્યાં ઉજાણી છે,
ડ્રાંઉં ડ્રાંઉં એની વાણી છે,
પણ 'કુહૂં કુહૂં'માં તાણી છે,
એનાં મનની રાણી તોયે થાશે તાબેદાર ડગમગ દેડકડી.
કોણ આમાં એને તારે ?
કોણ એના મનસૂબા મારે ?
કોણ એને ચાબૂક ફટકારે ?
કોણ રેસમાં રોજ ઉતારે ?
નિજ સપનાંઓ માથે ઝીલે ક્યા સપનાનો ભાર ? ડગમગ દેડકડી.
- મુકેશ દવે
અમરેલી ત
ા. ૧૪/૦૯/૨૦૨૫, રવિવાર

ગીત : વાર્ધક્યનું દામ્પત્ય
વરસો વીત્યાં જાય ને દલમાં દલ ગુંથાતાં જાય સજનવા, કેવું જીવ્યાં !
તારાં-મારાં હોવાપણાના ભેદ ભુલાતા જાય સજનવા,એવું જીવ્યાં !
વિધવિધ રંગોથી ખીલેલું
આપણું આ સંસારકમલ,
શરૂશરૂનો રંગ ગુલાબી
ને અંતે હો પૂર્ણ ધવલ,
લાલ, શ્યામળા ને હરિયાળા રંગ ભુંસાતા જાય સજનવા, એવું જીવ્યાં !
જગના થાળે સ્વાદ અનોખા
ખાટા-કડવા ને વળી તૂરા,
હસતાં મોં રાખીને ચાખ્યા
જાણે લાગે મસ્ત મધુરા,
અંતે મોળાં ભાણે સઘળા સ્વાદ ઘુંટાતા જાય સજનવા, એવું જીવ્યાં !
આપસના સથવારે ઝીલ્યા
કેટકેટલા વાવંટોળા,
તળિયાલગ જઈ નજરું પ્હોંચી;
વહી ગયાં છે પાણી ડ્હોળાં,
પાવક પ્રેમામૃતે વસમા ઘા રૂઝાતા જાય સજનવા, એવું જીવ્યાં !
- મુકેશ દવે
અમરેલી
તા. ૧૩/૦૯/૨૦૨૫, શનિવાર
બાલગીત : ફૂગ્ગાની ભાઈબંધી
ભાઈ ! ઓલ્યા ફૂગ્ગાને મારી સાથે ભાઈબંધી,
કૂતરાની ડોકે તો પટ્ટો ને સાંકળ પણ ફૂગ્ગાની ડોકે મેં દોરી બાંધી.
ફૂગ્ગા પર દોર્યો મેં નટખટડો જોકર
અડધી મૂછો ને વળી લાંબી દાઢી,
એક આંખે કાણો ને જાડા હોઠવાળો
હોઠોની વચ્ચેથી લાલ જીભ કાઢી,
પહેરાવી ટોપી મેં લીલી ને પીળી, પહેરાવી દાદાની ખાખી બંડી.
ભાઈ ! ઓલ્યા ફૂગ્ગાને મારી સાથે ભાઈબંધી.
પાંચ-સાત ફૂંકોથી ફૂલ્યો સમાય નહીં
અમને મૂકીને એ ક્યાંયપણ જાય નહીં,
પવનમાં ઉડતો ને પાણી પર તરતો
કાંટાને તડકામાં રેઢો મુકાય નહીં,
રમી રમીને એ થાકતો ત્યારે સૂવરાવું હાળવેથી હવ્વા કાઢી.
ભાઈ ! ઓલ્યા ફૂગ્ગાને મારી સાથે ભાઈબંધી.
- મુકેશ દવે
અમરેલી
તા.૦૧/૦૯/૨૦૨૫, સોમવાર

ગીત : મુશાયરામાં અરસિક
એલા, આ શું 'યે બાત' 'યે બાત' માંડ્યું છે ભૈ ? મૂંગા રો'ને !
અમથેઅમથું મારું માથું પાક્યું છે ભૈ, મૂંગા રો'ને !
એક અહીં તો મારા જેવા સંબંધને નામે આવે છે ભૈ,
સાથે સાથે ચાનાં બ્હાને બે'કજણાને લાવે છે ભૈ,
પણ અહીં તો બૂંગણ આડું ફાટ્યું છે ભૈ, મૂંગા રો'ને !
એક પેલ્લો ઘેલો થઈ આંબેથી લીંબુ ઉતારે છે ભૈ,
એની પાછળ બીજો આવી રણમાં વ્હાણ હંકારે છે ભૈ,
આ ખોટેખોટાં અચરજમાં શું દાટ્યું છે ભૈ ? મૂંગા રો'ને !
આ સૌએ તો અંદરોઅંદર દાદ ઘણીયે લૂંટી છે ભૈ,
આ 'યે બાતો'ના ઘા ઝીલવાની મારી શક્તિ ખૂટી છે ભૈ,
આયાં સૌએ ભેગા થઈ સિંદુરિયું મરચું વાટ્યું છે ભૈ, મૂંગા રો'ને !
- મુકેશ દવે
તા. ૨૩/૦૯/૨૦૨૫, મંગળવાર

ગીત : નશામાં સુંદરી
મદીરાની માદકતા એના ચહેરા ઉપર થરકે છે,
હોઠો લાગે જામભર્યા, ખંજનમાં મસ્તી છલકે છે.
કોમળ સ્પર્શ ભરીને પ્યાલી
પ્યાલીની સાથે ટકરાઈ,
દુનિયાદારી સહજ ભુલાઈ
રગરગમાં રણઝણ ઉભરાઈ,
મસ્તક જાણે ધરતી પરથી ઈન્દ્રાસનને અડકે છે.
કેફ છલોછલ નજરો વેરે
ત્યાં રસ્તો પણ આખો ઝૂમે,
તાલમાં લથડે પગલાં જાણે
ગોરી કોઈ ગરબે ઘૂમે,
અંબોડેથી નાગણ સરખી કેશલતાઓ સરકે છે.
ચકચૂર થઈને નીંદર આવી પ
ાંપણને ઝુકાવે છે,
છાતી પર બેસીને શ્વાસો
મધુરાં ગીતો ગાવે છે,
શાંત સરોવર જેવાં વદને સપનાં આવી મલકે છે.
- મુકેશ દવે
અમરેલી ત
ા. ૦૫/૦૯/૨૦૨૫, શુક્રવાર

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)