જેમ જેમ જિંદગીના શ્વાસ ખૂટે છે,
જીવ મુંઝાય બહુ 'ને નાડ તૂટે છે.
પ્રાણથી તો સુગંધિત હોય દેહ આ,
એ ગયા બાદ ન ગમતી વાસ છૂટે છે.
સગપણો ઊભાં હતાં હાં ! છૂટવા આરે,
ચિરવિયોગે ઊડવાની પાંખ ફૂટે છે.
તણખલાં ભેગાં કરી ઊભું કરેલું જે
સ્વર્ગ, તારા જ હવે બેફામ લૂંટે છે.
જીવતે જીવ દઝાડ્યા આગ મેલીને,
દેહને બાળ્યા પછી છાતીય કૂટે છે.
- મુકેશ દવે
તા.૨૧/૦૨/૨૦૧૫
જીવ મુંઝાય બહુ 'ને નાડ તૂટે છે.
પ્રાણથી તો સુગંધિત હોય દેહ આ,
એ ગયા બાદ ન ગમતી વાસ છૂટે છે.
સગપણો ઊભાં હતાં હાં ! છૂટવા આરે,
ચિરવિયોગે ઊડવાની પાંખ ફૂટે છે.
તણખલાં ભેગાં કરી ઊભું કરેલું જે
સ્વર્ગ, તારા જ હવે બેફામ લૂંટે છે.
જીવતે જીવ દઝાડ્યા આગ મેલીને,
દેહને બાળ્યા પછી છાતીય કૂટે છે.
- મુકેશ દવે
તા.૨૧/૦૨/૨૦૧૫
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો