શનિવાર, 27 સપ્ટેમ્બર, 2025
ગઝલ : વલખાં લમણે રે'વાનાં
ધરતીના રસકસ લૂંટ્યા છે તો વલખાં લમણે રે'વાનાં,
તળતળના અંજળ ખૂટ્યા છે તો વલખાં લમણે રે'વાનાં.
ધરણીની લાજ સદાયે લૂંટી લીલી ચૂનર ખેંચીને,
આવા પાપઘડૂલા ફૂટ્યા છે તો વલખાં લમણે રે'વાનાં.
વસ્ત્રો કેવળ ના પ્હેરવાની અણકથ એવી ઈચ્છા લાગે,
મર્યાદાબંધો તૂટ્યા છે તો વલખાં લમણે રે'વાનાં.
પરસેવાનાં ટીપેટીપાં પર-સેવાને નામે ચૂસે,
નેતાઓ એવા ચૂંટ્યા છે તો વલખાં લમણે રે'વાનાં.
ગણતર અળગું રાખી જ્યારે ભણતરના ચીલાઓ પાડ્યા,
બસ કાળા અક્ષર ઘૂંટ્યા છે તો વલખાં લમણે રે'વાનાં.
- મુકેશ દવે
અમરેલી
તા.૦૩/૦૯/૨૦૨૫, બુધવાર
૧૬ ગા
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો