વર્ષા ઝરમર ઝરમર થાય, મેઘો અનરાધાર કે’વાય. વર્ષાથી ઝરણાં છલકાય, ઝરણાંથી નદીઓ ઉભરાય, નદી ભરી સાગર છલકાય, દરિયેથી વાદળ ઘેરાય, તો વર્ષા ઝરમર ઝરમર થાય. નદી સરોવર છલકી જાય, લીલીછમ્મ ચાદર પથરાય, જીવોનું જીવન લહેરાય, ધરતી મા મીઠું મલકાય. જો વર્ષા ઝરમર ઝરમર થાય. જળમાં કચરો બહુ ઠલવાય, બિમારીમાં સૌ સપડાય, જળ જો ફાવેતેમ વપરાય, જળભંડારો ખૂટી જાય. તો વર્ષા ઝરમર શાને થાય ? તો વર્ષા ઝરમર શાને થાય ? તો વર્ષા ઝરમર શાને થાય ? - મુકેશ દવે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો