રવિવાર, 28 જૂન, 2026

ગીત : ઉજ્જડ મનોભૂમિ

 સાવ ઉજ્જડ મનોભૂમિમાં દિગ્મૂઢ એવો ભટકે,
ઝાડી-ઝાંખર જેવું ઊગી કાંટાળું કૈં સણકે.

ભરનીંદરમાં શમણાં આવે;
         મૂર્છામાં ના આવે,
 આંખવિખૂટી નજરું શાને
           અંધારે અથડાવે? 
દોજખ જેવાં જીવતરિયામાં ઊંડેઊંડે ગરકે

આંગળ છૂટ્યાં નખથી; એમ જ
        સગપણ છૂટ્યાં જણથી,
ઢળતી સાંજે સ્મરણો છૂટ્યાં 
           કાયાના કણકણથી
તો પણ એના પડછાયામાં ભાંગ્યુંતૂટ્યું ધબકે. 
-    મુકેશ દવે
અમરેલી
તા. ૨૯/૦૫/૨૦૨૬ શુક્રવાર

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો