બુધવાર, 1 ફેબ્રુઆરી, 2017

ગઝલ - અસ્ત હોય

આ સૃષ્ટિમાં સકળનો ઉદય 'ને અસ્ત હોય,
તોય શાને આ મનુજ 'હું'માં જ વ્યસ્ત હોય ?

વૈશાખી બપોરના સૂર્ય સામે બાથ ભીડતો,
ને શરદપૂનમી શીત ચાંદનીથી ત્રસ્ત હોય.

ઉત્સવો-મેળામાં રાચતું મોજીલું શહેર આ,
કેમ છાશવારે એ જ કર્ફ્યુથી ગ્રસ્ત હોય ?

સ્વપ્નમહેલો ચણાતા રહ્યા'તા રાતભર,
ને સવારે જાગતા સઘળુંય ધ્વસ્ત હોય.

ભાડમાં જાય હવે આ બધી દુનિયાદારી,
આ 'મુકેશ' તો નિજાનંદમાં જ મસ્ત હોય.
- મુકેશ દવે

તા.૨૪/૦૨/૨૦૧૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો