કવિશ્રી Sanju Vala સાહેબ કવિ,કવિતા ગઝલ,ભાષા,વાણી, શબ્દ, અક્ષર અને કાવ્યાંગોને સાંકળતી સંવેદના પોતાના કવનમાં બ-ખૂબી વણી લે છે.
આવા શૅ'રની સફર કરીએ :-
***
તે તગઝ્ઝુલમાં જરા પરફ્યુમની મસ્તી ઉડાડી
તો તરન્નુમમાં અમે લોબાન જેવી ઘ્રાણ મૂકી.
***
જે ર.પા.ના ગીતસંગ્રહમાં મૂકી'તી કાપલી
પાનું ખોલીને સવારે જોયું તો થઈ ગઈ પરી.
***
જરૂર ત્યાંથી વાણીનો આદિ કણ જડશે
આ અર્થહીન અવાજોના દળ તપાસીએ.
***
બે પંક્તિઓની વચ્ચે સ્થાયી ભાવ જેવું
ધબકે છે ઝીણું ઝીણું કોઈ કસક અજાણી.
***
કોઈને સુખ કોઈને ન્યોછાવરી જિવાડશે
અમને કવિતા નામની સંજીવની જિવાડશે
શું લખું ? ક્યા શબ્દની આરાધના કેવી કરું ?
ક્યાં ખબર છે ! કઈ રીતે બારાખડી જિવાડશે.
***
ગરવી ગઝલના જાણે બે રસછલકતા મિસરા
પહેલો તે સંજુ વાળા બીજોય સંજુ વાળા.
***
અહીંથી હવે ઊડો ગઝલ !
બહુ જામી છે હકડેઠઠ.
અક્ષરનેય ભાંગ્યા, તોડ્યા
બાળક જેવી લઈને હઠ.
***
કવિતા જેવી છાંય મળી
કેમ કહું ફેરો ફોગટ ?
ભભૂત, કંથા,જપ-તપ ધ્યાન...
કહી ગઝલ છોડી ઝંઝટ.
***
મસ્તિષ્કમાં સભા ભરી બેઠેલ સંસ્મરણ
પ્રત્યેક મારા શબ્દની તાસીર થઈ જશે.
***
સહજ સાંભરે એક બાળા ગુણીજન,
ગઝલ ગીતની પાઠશાળા ગુણીજન.
આ મત્લાથી મક્તા સુધી પહોંચતા તો
રચાઈ જતી રાગમાળા ગુણીજન.
***
રૂપ – અરૂપા હે શતરૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
તું જ છલકતા અમિયલ કૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
તું કેદારો, તું મંજીરા, તું જ ચદરિયા ઝીની
રે ભજનોની નિત્ય અનૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
બાળાશંકર, સાગર-શયદા, મરિઝ-ઘાયલ, આદિલ
મનોજ, મોદી, શ્યામ, સરૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
તું ચંદા, તું સનમ, છાંદાસી તું ગિરનારી ગૂહા
સૂફીઓમાં તું સ્પંદન છૂપાં ભવ્ય ગઝલ ગુજરાતી
અર્થા, વ્યર્થા, સદ્ય સમર્થા, તું રમ્યા, તું રંભા
તું મારી ભાષામાં ભૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
***
મારી પ્રતીતિઓના સઘળાં પ્રમાણ કવિતા
અન્યત્ર ક્યાં તું શોધે છે, શક કરી કરીને.
ક્યાં જ્ઞાનગોષ્ઠિ વચ્ચે આવી ચડ્યા હે સંજુ !
ગઝલોય કહેવી પડશે મુક્તક કરી કરીને.
***
ભાષાના ભીના લયમાં આર્જવ ઊમેરી જો જરા
એ આપમેળે ઊગશે હમણાં ઉતાવળ ના કરો.
***
નક્કી પામે એ નિર્વાણ
ભેદે ભાષાનું વર્તુળ !
***
અલગ અલગ ભાષા ભૂમિત
કહો ! થાય કેવું વિદિત ?
***
ઇશ્વર તું હોય તો તારી ભાષા બોલ, લખ !
મેં ગુર્જરી બોલી અને ગુર્જરી લખી.
***
શા માટે આ કવિતામાં એક અર્થ...અર્થ...ની બૂમ
કોને ના સમજાતાં જુદા ચીસ અને કલશોર !
***
ભાષા તો ભીતરનું ભોજન
ભાવ ભળે તો મિસરી-મેવો
સ્વર્ગ,મોક્ષ સઘળું કાગળ આ-
શબ્દો સાક્ષાત કોટિક દેવો.
***
અકાવ્યોની સસ્તી રજુઆતને પણ
પડે આપવી દાદ વરવું નથી કૈં.
***
ભાષાના સરળ ભાવે વિલક્ષણ આપજે
ગુર્જર ગઝલ રચવા રસાયણ આપજે,
***
જાણો તો આરાધ છે.
લો, ગુણીજન ગાવ ગઝલ !
***
સાવ સરખાં ભજન-ગઝલ ભાળ્યાં
તો, નિકટ જઈ નીરખી જોયાં.
***
અક્ષરને એ ના જાણે, ના અંકની ય ઓળખ
ભણતર આ એનું કેવું કોરી રહે જ્યાં પાટી.
***
આખેઆખા શબ્દકોશમાં જેના ઉપર આંખ ઠરી તે
અરુ-પરુ કે અશુ-કશુ છે હોવા ના હોવાની ચર્ચા.
***
બાવનની અંદરના કોઈ અક્ષરને તો ઓળખવા દે !
થાઉં પછીથી મઘમઘ પહેલાં અત્તરને તો ઓળખવા દે !
પીડામાં ઓગળતી આંખો, દુ:ખમાં ડોલે શબ્દસિંહાસન
આવીને ઊભા અધવચ્ચે કળતરને તો ઓળખવા દે !
***
ક્યાંથી ક્યાં સંદર્ભ ચાલ્યા, હે ગઝલ !
તું મળે તો શક્ય અથવા કંઈ નહીં.
***
શાહી ટીપે સરસ્વતી રાજે -
કેવી છે આ કમાઈ જાણી જો
કેમ બારાખડીમાં અટવાયા ?
દીધી કોણે દુહાઈ જાણી જો.
***
આવતા 'ને જતા સાદ પાડીને બોલાવતાં સ્થળ વિશે
ચાલ ! લખીએ ગઝલ ભાસ-આભાસની ઝાંખી ઝળહળ વિશે.
***
બારાખડીની બહાર જે મંડિત છે સાહેબ
તે સૌ સ્વરોમાં તું જ સમાહિત છે સાહેબ.
***
જાહોજલાલી સાહ્યબી નવલાખ મૂકી માળવા
કોણે ગઝલ છેડી ફકીરી વેશમાં સાહેબજી !
***
સવા ગજ ઊંચું ચાલે છે તો એમાં શું અચંબો છે ?
કવિના શબ્દનાં પરમાણવાળું ગાડું છે સાહેબ.
***
ઉમદા ગઝલનાં લક્ષણ ગાલિબજી દાખવે છે
સ્વાદે હો ખટ્મધુરી, ગુણથી એ ગુલકંદી.
***
છે ગઝલ આ પૂતળી તેત્રીસમીની વારતા
લે, જરા નિજી સ્મરણની દાબડીમાં મૂકી જો.
***
સાંભળ્યા ગુલઝારને, ગઝલો વાંચી શ્યામની-
છેવટે સાચી 'હકીકત' સોમરસમાં ઊતરી.
જો ગઝલના ગામમાં દુષ્કાળ લીલા ત્રાટક્યાં
ગીત આનાવારી પણ માઠા વરસમાં ઊતરી.
વાણી તું ધર્મ 'ને તું જ અડસઠતીરથ
તું અમોલધ પરાપૂર્વથી વસ્ત રે !
***
કવિઓ ગઝલમાં કોઈ કબૂતર ઉડાડશે
તો એના દ્વારે માથું પટકશે કબૂતરી.
***
ધરબી શકે જો પાછો
બંદૂકમાં ભડાકો
ત્યારે કવિ તું પાકો
વીંધે, પરોવે, પ્હેરે
નિઃશબ્દનો ઇલાકો
ત્યારે કવિ તું પાકો
નેવાંનાં પાણી મોભે
વાળીને પાડે હાંકો
ત્યારે કવિ તું પાકો
હો ફાટ્યું થાકી, હારી
એ વસ્ત્રને લે ટાંકો
ત્યારે કવિ તું પાકો
ઉઝેરવા હો ઉત્સુક
નિત દૂઝતો સબાકો
ત્યારે કવિ તું પાકો
તરકીબ ને તરીકા
છાંડી જમાવે છાકો
ત્યારે કવિ તું પાકો
– સંજુ વાળા
આવા શૅ'રની સફર કરીએ :-
***
તે તગઝ્ઝુલમાં જરા પરફ્યુમની મસ્તી ઉડાડી
તો તરન્નુમમાં અમે લોબાન જેવી ઘ્રાણ મૂકી.
***
જે ર.પા.ના ગીતસંગ્રહમાં મૂકી'તી કાપલી
પાનું ખોલીને સવારે જોયું તો થઈ ગઈ પરી.
***
જરૂર ત્યાંથી વાણીનો આદિ કણ જડશે
આ અર્થહીન અવાજોના દળ તપાસીએ.
***
બે પંક્તિઓની વચ્ચે સ્થાયી ભાવ જેવું
ધબકે છે ઝીણું ઝીણું કોઈ કસક અજાણી.
***
કોઈને સુખ કોઈને ન્યોછાવરી જિવાડશે
અમને કવિતા નામની સંજીવની જિવાડશે
શું લખું ? ક્યા શબ્દની આરાધના કેવી કરું ?
ક્યાં ખબર છે ! કઈ રીતે બારાખડી જિવાડશે.
***
ગરવી ગઝલના જાણે બે રસછલકતા મિસરા
પહેલો તે સંજુ વાળા બીજોય સંજુ વાળા.
***
અહીંથી હવે ઊડો ગઝલ !
બહુ જામી છે હકડેઠઠ.
અક્ષરનેય ભાંગ્યા, તોડ્યા
બાળક જેવી લઈને હઠ.
***
કવિતા જેવી છાંય મળી
કેમ કહું ફેરો ફોગટ ?
ભભૂત, કંથા,જપ-તપ ધ્યાન...
કહી ગઝલ છોડી ઝંઝટ.
***
મસ્તિષ્કમાં સભા ભરી બેઠેલ સંસ્મરણ
પ્રત્યેક મારા શબ્દની તાસીર થઈ જશે.
***
સહજ સાંભરે એક બાળા ગુણીજન,
ગઝલ ગીતની પાઠશાળા ગુણીજન.
આ મત્લાથી મક્તા સુધી પહોંચતા તો
રચાઈ જતી રાગમાળા ગુણીજન.
***
રૂપ – અરૂપા હે શતરૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
તું જ છલકતા અમિયલ કૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
તું કેદારો, તું મંજીરા, તું જ ચદરિયા ઝીની
રે ભજનોની નિત્ય અનૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
બાળાશંકર, સાગર-શયદા, મરિઝ-ઘાયલ, આદિલ
મનોજ, મોદી, શ્યામ, સરૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
તું ચંદા, તું સનમ, છાંદાસી તું ગિરનારી ગૂહા
સૂફીઓમાં તું સ્પંદન છૂપાં ભવ્ય ગઝલ ગુજરાતી
અર્થા, વ્યર્થા, સદ્ય સમર્થા, તું રમ્યા, તું રંભા
તું મારી ભાષામાં ભૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
***
મારી પ્રતીતિઓના સઘળાં પ્રમાણ કવિતા
અન્યત્ર ક્યાં તું શોધે છે, શક કરી કરીને.
ક્યાં જ્ઞાનગોષ્ઠિ વચ્ચે આવી ચડ્યા હે સંજુ !
ગઝલોય કહેવી પડશે મુક્તક કરી કરીને.
***
ભાષાના ભીના લયમાં આર્જવ ઊમેરી જો જરા
એ આપમેળે ઊગશે હમણાં ઉતાવળ ના કરો.
***
નક્કી પામે એ નિર્વાણ
ભેદે ભાષાનું વર્તુળ !
***
અલગ અલગ ભાષા ભૂમિત
કહો ! થાય કેવું વિદિત ?
***
ઇશ્વર તું હોય તો તારી ભાષા બોલ, લખ !
મેં ગુર્જરી બોલી અને ગુર્જરી લખી.
***
શા માટે આ કવિતામાં એક અર્થ...અર્થ...ની બૂમ
કોને ના સમજાતાં જુદા ચીસ અને કલશોર !
***
ભાષા તો ભીતરનું ભોજન
ભાવ ભળે તો મિસરી-મેવો
સ્વર્ગ,મોક્ષ સઘળું કાગળ આ-
શબ્દો સાક્ષાત કોટિક દેવો.
***
અકાવ્યોની સસ્તી રજુઆતને પણ
પડે આપવી દાદ વરવું નથી કૈં.
***
ભાષાના સરળ ભાવે વિલક્ષણ આપજે
ગુર્જર ગઝલ રચવા રસાયણ આપજે,
***
જાણો તો આરાધ છે.
લો, ગુણીજન ગાવ ગઝલ !
***
સાવ સરખાં ભજન-ગઝલ ભાળ્યાં
તો, નિકટ જઈ નીરખી જોયાં.
***
અક્ષરને એ ના જાણે, ના અંકની ય ઓળખ
ભણતર આ એનું કેવું કોરી રહે જ્યાં પાટી.
***
આખેઆખા શબ્દકોશમાં જેના ઉપર આંખ ઠરી તે
અરુ-પરુ કે અશુ-કશુ છે હોવા ના હોવાની ચર્ચા.
***
બાવનની અંદરના કોઈ અક્ષરને તો ઓળખવા દે !
થાઉં પછીથી મઘમઘ પહેલાં અત્તરને તો ઓળખવા દે !
પીડામાં ઓગળતી આંખો, દુ:ખમાં ડોલે શબ્દસિંહાસન
આવીને ઊભા અધવચ્ચે કળતરને તો ઓળખવા દે !
***
ક્યાંથી ક્યાં સંદર્ભ ચાલ્યા, હે ગઝલ !
તું મળે તો શક્ય અથવા કંઈ નહીં.
***
શાહી ટીપે સરસ્વતી રાજે -
કેવી છે આ કમાઈ જાણી જો
કેમ બારાખડીમાં અટવાયા ?
દીધી કોણે દુહાઈ જાણી જો.
***
આવતા 'ને જતા સાદ પાડીને બોલાવતાં સ્થળ વિશે
ચાલ ! લખીએ ગઝલ ભાસ-આભાસની ઝાંખી ઝળહળ વિશે.
***
બારાખડીની બહાર જે મંડિત છે સાહેબ
તે સૌ સ્વરોમાં તું જ સમાહિત છે સાહેબ.
***
જાહોજલાલી સાહ્યબી નવલાખ મૂકી માળવા
કોણે ગઝલ છેડી ફકીરી વેશમાં સાહેબજી !
***
સવા ગજ ઊંચું ચાલે છે તો એમાં શું અચંબો છે ?
કવિના શબ્દનાં પરમાણવાળું ગાડું છે સાહેબ.
***
ઉમદા ગઝલનાં લક્ષણ ગાલિબજી દાખવે છે
સ્વાદે હો ખટ્મધુરી, ગુણથી એ ગુલકંદી.
***
છે ગઝલ આ પૂતળી તેત્રીસમીની વારતા
લે, જરા નિજી સ્મરણની દાબડીમાં મૂકી જો.
***
સાંભળ્યા ગુલઝારને, ગઝલો વાંચી શ્યામની-
છેવટે સાચી 'હકીકત' સોમરસમાં ઊતરી.
જો ગઝલના ગામમાં દુષ્કાળ લીલા ત્રાટક્યાં
ગીત આનાવારી પણ માઠા વરસમાં ઊતરી.
વાણી તું ધર્મ 'ને તું જ અડસઠતીરથ
તું અમોલધ પરાપૂર્વથી વસ્ત રે !
***
કવિઓ ગઝલમાં કોઈ કબૂતર ઉડાડશે
તો એના દ્વારે માથું પટકશે કબૂતરી.
***
ધરબી શકે જો પાછો
બંદૂકમાં ભડાકો
ત્યારે કવિ તું પાકો
વીંધે, પરોવે, પ્હેરે
નિઃશબ્દનો ઇલાકો
ત્યારે કવિ તું પાકો
નેવાંનાં પાણી મોભે
વાળીને પાડે હાંકો
ત્યારે કવિ તું પાકો
હો ફાટ્યું થાકી, હારી
એ વસ્ત્રને લે ટાંકો
ત્યારે કવિ તું પાકો
ઉઝેરવા હો ઉત્સુક
નિત દૂઝતો સબાકો
ત્યારે કવિ તું પાકો
તરકીબ ને તરીકા
છાંડી જમાવે છાકો
ત્યારે કવિ તું પાકો
– સંજુ વાળા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો