અંધારાની ક્યાંથી લાવું સૂઝ !
હે દીવા ! તું ધીમેધીમે બૂઝ.
ઝખ્મો ભીતર ઘણાં હતા પણ,
ના ગણકાર્યા, આવી ગઈ રૂઝ !
સંબંધ સિંચોડે કિંચૂડાટ થાશે,
હળવે હળવે સ્નેહતેલને ઊંઝ.
ધાવણ માતૃભાષાનું હોય છે,
જોડાને ભૈ કેમ કહો છો શૂઝ ?
વ્હાલપના તાકેતાકા લાવ્યો,
વેચું જથ્થાબંધ 'ને વેચું લૂઝ.
- મુકેશ દવે
તા.૧૩/૦૨/૨૦૧૫
હે દીવા ! તું ધીમેધીમે બૂઝ.
ઝખ્મો ભીતર ઘણાં હતા પણ,
ના ગણકાર્યા, આવી ગઈ રૂઝ !
સંબંધ સિંચોડે કિંચૂડાટ થાશે,
હળવે હળવે સ્નેહતેલને ઊંઝ.
ધાવણ માતૃભાષાનું હોય છે,
જોડાને ભૈ કેમ કહો છો શૂઝ ?
વ્હાલપના તાકેતાકા લાવ્યો,
વેચું જથ્થાબંધ 'ને વેચું લૂઝ.
- મુકેશ દવે
તા.૧૩/૦૨/૨૦૧૫
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો