બુધવાર, 1 ફેબ્રુઆરી, 2017

મેના રે બોલે - ભજન

સંતશ્રી દાદા મેકરણે મેનાના રૂપક દ્વારા આતમરામની સત્ય પ્રાપ્તિની ઝંખનાને આ ભજનમાં રજુ કરી છે :-
****************************************
***********************

મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…..
કાયાના કુડા રે ભરોંસા‚ દેયુંના જૂઠા રે દિલાસા‚ મેના..
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…૦

એવી ધરતી ખેડાવો‚ રાજા રામની રે‚
હીરલો છે રે ધરતીની માં ય‚ હીરલો છે રે ધરતીની માં ય‚ મેના…
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…૦

એવી છીપું રે સમદરિયામાં નીપજે રે‚
મોતીડાં છે રે છીપની માંય‚ મોતીડાં છે રે છીપની માંય‚ મેના…
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…૦

એવો મૃગલો ચરે રે વનમાં એકલો રે‚
કસ્તુરી છે રે મૃગલાની માંય‚ કસ્તુરી છે રે મૃગલાની માંય‚ મેના…
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…૦

એવી મેના ને મેકરણ બેઉ એક છે રે
એને તમે જુદા રે નવ જાણો‚ એને તમે જુદા રે નવ જાણો‚ મેના…
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…૦
- મેકરણ ડાડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો