બુધવાર, 20 માર્ચ, 2013

શબદ......
શબ્દ રંગીલો; શબ્દ છબીલો, 
હોય અલ્લડને  હોયેય  ઢીલો. 

શબ્દ ક્થીર ને શબ્દ છે સોનુ, 
શબ્દ હૃદયમાં હોય  ગંઠીલો. 

શબ્દ મિત્ર ને શબ્દ છે શત્રુ,
 શબ્દ સરળ ને શબ્દ તંતીલો.

શબ્દ બાધક ને શબ્દછે સાધક,
સૂર-તાલમાં હોય  ખંતીલો. 

શબ્દ હાસ્ય ને શબ્દ છે રૂદન, 
શબ્દ મલમીલો, શબ્દ ડંખીલો.

શબ્દ આશ્વત ને શબ્દ છે શાશ્વત, 
કવિજન કલમે વહે મલમીલો. 
- મુકેશ દવે