તારી નજરોનું ચોમાસુ વરસે છે ધોધમાર,
વરસીવરસીને મને ભીંજવતું આરપાર.
વરસે બ્હાર તોયે ભીતરને ભીંજવે,
ઉન્માદી શ્વાસ મારા અંતરને પજ્જવે,
હેય્ય હૈયું દેહની દીવાલોથી કૂદીને બ્હાર,
એમ,વરસીવરસીને મને ભીંજવતું આરપાર.
દેહછૂટ્યું દલ્લ એ...ય જાય રમરમતું,
હેય્ય ઓલ્યો મેઘ જેમ ધરણીને ચૂમે અપાર,
એમ,વરસી વરસીને મને ભીંજવતું આરપાર.