રવિવાર, 9 ડિસેમ્બર, 2018

પૌત્રાગમન



ઉત્કંઠાભર્યો
હું
બેઠો હતો
ઑપરેશન થિયેટર પાસે.....

ઝપાટાભેર આવીને
નર્સ બોલી ગઈ
"દીકરો"

અને......
અને....


એકાએક
ઉત્સાહભર્યો
હું
વૃદ્ધ
થઈ ગયો
મધમીઠાં
બાળપણને
મમળાવતો... મમળાવતો.
- મુકેશ દવે
અમરેલી
તા.૦૮/૧૨/૨૦૧૮

શનિવાર

2 ટિપ્પણીઓ:

  1. ગુરુ બીન જ્ઞાન ન ઉપજે,ગુરુ બીન મીટે નહીં ભેદ
    ગુરુ બીન સંશય ના મીટે,ભલે વાંચીએ ચારો વેદ
    ગુરુ મીલા તો સબ કુછ મીલા, ઓર મિલા નહીં કોઈ
    જિમી જલ સીંચે મૂલ તરું ,શાખા પથરાય...

    પાંજે વતનજી ગાલ્યું અનેરી પાંજે વતનજી ગાલ્યું

    જવાબ આપોકાઢી નાખો