સાંઈ ! જગતમાં રૂડોરૂડો અવસર થઈને આવ્યો છે; તો મોજ કરી લે,
ગીત-ગઝલના લીલાલીલાં તોરણ બાંધી લાવ્યો છે; તો મોજ કરી લે.
માઝમ રાતે તમરાંઓના રણઝણતા આ
તંબૂરેથી ટપકેલો આલાપ પીધો છે,
તારાઓની ફૂલછાબડી ફોરમ સાથે માથે મેલી
ગબ્બરગોખે રાસ લીધો છે,
રામરસને રામગરીમાં તામ્રવરણો ઘૂંટીઘૂંટી પાયો છે; તો મોજ કરી લે.
ગઢ ગિરનારી- શગ દાતારી- ચેત મછંદર
બોલીને તું અલખ જગા દે,
અલખ ને તારે હાથવેંતનું છેટું છે તો -
ચોરે બેસી ચલમ જલા લે,
દામોદરમાં ડૂબકી દઈને રાગ કેદારો ગાયો છે; તો મોજ કરી લે.
- મુકેશ દવે
અમરેલી
તા.૨૨/૦૩/૨૦૧૮, ગુરુવાર

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો