બુધવાર, 1 ફેબ્રુઆરી, 2017

કવિતા નામે સંજીવની - રિવ્યુ

શ્રી સંજુભાઈ વાળાના ગઝલ સંગ્રહ "કવિતા નામે સંજીવની"માં છબછબિયાં કરવાનો મોકો મળ્યો.
ભક્તપરંપરાનું સંસ્કારપૃષ્ઠ ધરાવતા આ કવિની રચનાઓમાં ભક્તિ, આધ્યાત્મ અને દર્શનની છાંટ જોવા મળે છે.ભક્તિ,ભજન અને આધ્યામિક્તાની સૌરભ લઈને આવેલ કેટલાંક છાંટણાં :-

*રહ્યું ના માત્ર તારા એકથી છાનું
જે સઘળું શત-હજારે ગુપ્ત રાખ્યું છે.

એવું તે શું વૃક્ષના છાંયડઓ પાથરે છે !
કેમ ખેંચે છે મને બેસી જવા પરિત્રાણ મૂકી.

પરભાતિયાં તો આપણે આજ લગ ગાયા કર્યા,
કિન્તુ એ નમણાં નામનું સંધાન ક્યાંથી લાવીએ ?

કાળ ! હે મોંઘા અતિથિ ! તારો દરજ્જો જાણું છું,
આવ સત્કારુંતને હું, કાળી જાજમ પાથરી.

અપ્રગટ રહીને થવા ન દે વ્યવહાર-જગનું અસંતુલન,
તું પ્રગટ થયે કાં ન જાળવે ધરી ચારે કરમાં દ્વિધા હવે !

હું છેક એની સામે પહોંચ્યો હતો, પરંતુ
ભગવાને સહેજ અડક્યો ત્યાં થઈ ગયો બદામી.

ક્યાં પહોંચવાને ધખના, ક્યાંની જપો છો માળા,
ઘર પોતે આમ તો છે હરદ્વાર ને હડાળા.

તારે કારણ હે નરસિંહ !
વૈષ્ણવજન આખું સોરઠ.

તું મારે, તું ઉગારે,
તારી આ લટકાળી લઢ.

ભભૂત, કંથા, જપ-તપ, ધ્યાન....
કહી ગઝલ, છોડી ઝંઝટ.

પરચો બતાવશે પછી પીર થઈ જશે,
આખું શરીર દુ:ખની જાગીર થઈ જશે.

કદી પદ-પ્રભાતી, કદી હાંક, ડણકા
ગજવતા રહે ગીરગાળા ગુણીજન.

તું કેદારો, તું મંજીરા,તું જ ચદરિયા જીની,
રે ભજનોની નિત્ય અનુપા ! ભવ્ય ગઝલ ગુજરાતી.

હજુ પણ ચર્ચામાં મશગૂલ સંતો,
અમે પ્રશ્ન એવો ધૂઆંધાર ફેંક્યો.

હું બૂમ પાડી ઊઠું એ પહેલાં પ્લીઝ, સાંભળ
થાક્યો છું"નામ સ્મરણ" અણથક કરી કરીને.

હે મન ! અધિરા મા હજો આગળ ઉપર જોયું જશે,
એ જે પઢાવે તે પઢો આગળ ઉપર જોયું જશે.
તેં રાસલીલાનું નિમંત્રણ મોકલ્યું આગ્રહથી પણ-
આજે તો છે ઉજાગરો આગળ ઉપર જોયું જશે.

એકાદ લમણે ઔર ધરબી દઈ કહો "નમ:શિવાય"
બે-ચાર સેકન્ડ લાગશે હમણાં ઉતાવળ ન કરો.

ઉદાહરણ તરીકે મેં અનંગ ગાયો
તો એમણે પહેરી લીધો તરત ગળામાં.

ઝાલીને માળાનો મે'ર
નર્યા સુક્ષ્મને કીધું સ્થૂળ.

હરિ અનંત હરિ કથા અનંતા
પહેરણ વણતા પ્રગટી કંથા.

સ્વર્ગ મોક્ષ સઘળું આ કાગળ,
શબ્દો સાક્ષાત કોટિક દેવો.

એક જ નામ સ્મરણને કારણ
પડ્યા જીભ પર લીલા આટણ.

દેખ્યા હો તો કહી બતલાઓ મોતી કૈસા રંગા,
જાણે કોઈ સુજ્ઞ, કવિજન યા હો ફકીર મલંગા.

મૂળ રે વિનાનું કાયા ઝાડવું,
કોણ સમજે ? કોને આ સમજાવવું ?

મુને લાગી ગઇ રે ત્રિકુટીમાં તાળી,
એણે રામસાગરમાં લગની લગાડી.

સંત સૂફીની ચોક્કસ હશે હાજરી,
મહેક લોબાનની આવી દર્ગા વગર.

નેતિ-નેતિ ક્યા હૈ સબ ?
ઊગી એવી લણ ફસલ.
- શ્રી સંજુ વાળા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો