ગુરુવાર, 2 ફેબ્રુઆરી, 2017

કળિયુગની એંધાણી - ધીરો ભગત

ધીરાભગતની કળીયુગ વાણી (રચનાકાળ ઈ.સ.૧૭૫૩):-
(ધીરાએ પોતાના ભજન કાવ્યમાં ભવિષ્ય વિશે જે-જે લખ્યું તે હવે સાચુ પડી રહ્યું છે)

એવી કલયુગની છે આ એંધાણી રે
કલયુગની એંધાણી રે…
ન જોઈ હોય તો, જોઈ લ્યો ભાઈઓ…

વરસો વરસ દુકાળ પડે..
અને વળી સાધુ કરશે સૂરાપાન
આ બ્રાહ્મણ માટી ભરખશે
અને ગાયત્રી ધરે નહીં કાન
હે જી બાવા થાશે વ્યાભિચારી…

શેઢે શેઢો ઘસાસે…
વળી ખેતરમાં નહીં રહે ખૂંટ
આદિ વહાણ છોડી કરે
અને બ્રાહ્મણ ચઢશે ઊંટ
એવી ગાયો ભેંસો જોશે રે
એ દુજાણામાં અજિયા(બકરી) રહેશે.

કારડીયા તો કરમી કહેવાશે
અને વળી જાડેજા ખોજશે જાળા
નીચને ઘેર ઘોડા બંધાશે.
અને શ્રીમંત ચાલશે પાળા
મહાજન ચોરી કરશે રે
અને વાળંદ થાશે વેપારી…

પુરુષો ગુલામ થશે.
રાજ તો રાણીઓના થશે
અને વળી પુરુષ થશે ગુલામ
આ ગરીબની અરજી કોઈ સાંભળશે નહીં.
અને સાહેબને કરશે સલામ…..

ઓલા વાણિયા વાટુ આ લૂંટશે રે
રહેશે નહીં કોઈ પતિવ્રતા નારી
છાશમાં માખણ નહીં તરે
અને વળી દરિયે નહીં હાલે વહાણ
આ ચાંદ સૂરત તો ઝાખા થશે

બોની રોતી જાશે રે
અને સગપણમાં સાલી રહેશે
એ ધરમ કોઈનો રહેશે નહી.
અને એક પ્યાલે વરણ અઢાર
આ શણગારમાં જો બીજું કોઈ નહીં રહે
અને સોભામા રહેશે વાલ(વાળ)

એવો દાસ ધીરો એમ આ કહે છે રે
કીધુમાં આ વિચાર કરી
એવી કળયુગની એંધાણી રે..
એ ન જોઈ હોઈ તો,
જોઈ લ્યો ભાઈઓ…

3 ટિપ્પણીઓ:

  1. આ ભજન માં કારડીયા વિશે જે વાત છે કે, "કારડીયા તો કરમી કહેવાશે" એનો શું અર્થ થાય, અને એવું લખવા પાછળનું કરણ અને ઇતિહાસ જણાવશો..!

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. કારડીયા કર્મી કહેવાશે મતલબ કે તેઓ બીજા રાજપૂતોની સરખામણીએ ધાર્મિક જીવન જીવશે અને પ્રભુ અને સંસ્કૃતિના કામ કરવામાં હર હંમેશ તૈયાર હશે

      કાઢી નાખો
    2. આનો અર્થ થાય છે કે કારડીયા એટલે કે ગરાસિયા કરતા ઉતરતા દરબારુ કહેવાશે અને સાચા ક્ષત્રિય એટલે કે ગરાસિયા ખેતરો માં કામ કરશે

      કાઢી નાખો