ગુરુવાર, 2 ફેબ્રુઆરી, 2017

વૃદ્ધાશ્રમે મુશાયરો - અછાંદસ

"નિરસ વહેતી
વૃદ્ધાશ્રમની
દિનચર્યાને
ચાલો
રસાળ બનાવીએ"નો
હેતુ રાખી
યોજ્યો મુશાયરો.......
હતાશા પહેરી
બેઠેલા
બોખા ચહેરા સામે
ધડાધડ ટપકાવી કવિતાઓ.....
અરધાં
સાંભળવા અક્ષમ
અને
અરધાં
જામી ગયેલી નિરસતાના થરથી લથબથ
ઉપસ્થિત વૃદ્ધભાવકો(!!!)ની
આહ....!!!
માં
કવિઓની
વાહ....!!!
ઢબુરાઈ જતી હતી....
-મુકેશ દવે

તા.૧૭/૦૩/૨૦૧૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો