બુધવાર, 1 ફેબ્રુઆરી, 2017

ગઝલ - જીવ સટોસટ તરસ

જીવ સટોસટ જ્યારે તરસ હોય છે,
ખબોચિયુંય ત્યારે સરસ હોય છે.

લોહીઝાણ આંસુ ટપકતાં હોય છે,
જ્યારે જ્યારે માઠું વરસ હોય છે.

ઉસ ઘર કબુ ન જઈયો મેરે ભાઈ,
જીસ ઘર લીસીલસ ફરસ હોય છે.

લોહીભરી શીશીને પણ નશો ચડે,
એની નસોમાં ગાંજોચરસ હોય છે.

એથી જ તો "મુકેશ" ચોતરફ વહે,
લાગણી તો અરસપરસ હોય છે.
- મુકેશ દવે

તા.૧૩/૦૧/૨૦૧૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો