બુધવાર, 1 ફેબ્રુઆરી, 2017

ખોર શબ્દાવલિ

અખતરાખોર,
આદમખોર,
આતસખોર,
કપટખોર,
કસરખોર,
કાવતરાખોર,
કિન્નાખોર,
ખાતસખોર,
ખુશામતખોર,
ખંતખોર,
ગમખોર,
ગાંજાખોર,
ગુનાખોર,
ઘમખોર,
ઘૂંસણખોર,
ચાકરીખોર,
ચાડીખોર,
ચાળાખોર,
ચુગલીખોર,
છેડખોર,
જૂતીખોર,
ઝગડાખોર,
ઝનાખોર,
ટીકાખોર,
ટીકણખોર,
ટીખળખોર,
ટૂકડાખોર,
દગાખોર,
દંગાખોર,
દહેશતખોર,
નફાખોર,
બડાઈખોર,
બંડખોર,
બળવાખોર,
મસ્તીખોર
રુશ્વતખોર,
શેખીખોર,
સંઘરાખોર,
હરામખોર,
અરે !
હવસખોર. થી તમે દૂર રહો
તો બચી શકાય
પણ ......

સલાહખોરથી
ઇશ્વર પણ બચી ના શકે...

- મુકેશ દવે
૨૦/૦૧/૨૦૧૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો