બુધવાર, 1 ફેબ્રુઆરી, 2017

માનવ નડે છે - આપાભાઈ ગઢવી

આપાભાઈ ગઢવી કવિ ‘આપ’ માનવના સ્વાર્થી સ્વભાવને સરળ છતાં સચોટ રજૂ કરે છે.
****************************************
************************************
માનવ નડે છે માનવી ને, મોટો થયા પછી .
ચાવી મળે ગુનાઓની …
ચાવી મળે ગુનાઓની, જ્ઞાની થયા પછી…
ચાવી મળે ગુનાઓની …
માનવ નડે છે માનવી ને, મોટો થયા પછી ..

માતા-પિતાની ગોદમાં, મમતા હતી ઘણી
બદલી ગયો એ પરણી ને, યૌવન મળ્યા પછી…
માનવ નડે છે માનવી ને….

પ્રગતિ જીવનની કરવા, ભાઈ ભણતર ભણી ગયો
પડતી હવે તે નૌતરી, અનુભવ મળ્યા પછી…
માનવ નડે છે માનવી ને, મોટો થયા પછી
ચાવી મળે છે ગુનાઓની, જ્ઞાની થયા પછી
માનવ નડે છે માનવી ને …

ગાતો હતો તું ગીત … કાયમ પ્રભુ તણા ..
ભૂલી ગયો એ ભાવના, પૈસો થયા પછી…
માનવ નડે છે માનવી ને, મોટો થયા પછી
ચાવી મળે છે ગુનાઓની, જ્ઞાની થયા પછી
માનવ નડે છે માનવી ને …

નમતો હતો તું સર્વ ને, નિર્ધનપણા મહી ..
જગડા હવે કરે બધે, કૃપા મળ્યા પછી…
માનવ નડે છે માનવી ને, મોટો થયા પછી

હું પ્રભુ બની હવે, ભાઈ પૂજાવું છું ઘણે
આપ્ કહે છે આપની, સિદ્ધિ મળ્યા પછી…
માનવ નડે છે માનવી ને, મોટો થયા પછી
-આપાભાઈ ગઢવી કવિ ‘આપ’

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો