લ્યા, માણસ પાસે વાણી છે,
માટે દુષ્ટ થતું પ્રાણી છે.
આપી દીધો પેટે ખાડો,
એને પૂરવાની ઘાણી છે.
ખૂબ મથે મેળવવા એને,
એ લક્ષ્મી સાચી રાણી છે.
બહુ દીધું, ના માંગુ ચોથું,
એ વાત હવે જુનવાણી છે.
જીવન એથી જીવ્યા જેવું,
પગમાં ઊતર્યું પાણી છે.
-મુકેશ દવે
૧૪/૨/૧૩
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો